નવાગામ ઘેડ વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનથીને લઇને અવારનવાર ગટરો ઉભરાય છે. જેના કારણે વિસ્તારમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો છે.
ભૂગર્ભ ગટરની સમસ્યાને લઇ સ્થાનિકોએ પાઠવ્યું આવેદનપત્ર - water problem
જામનગર: જિલ્લાના નવાગામ ઘેડ વિસ્તારમાં પાણીની સમસ્યા તથા ભૂગર્ભ ગટરની સમસ્યાને લઇને સ્થાનિકો જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કુંભારાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જિલ્લામાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી તારીખ 23 એપ્રિલથી ભૂગર્ભ ગટર શાખાની કચેરી સામે ધરણાં ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે

સ્પોટ ફોટો
ભૂગર્ભ ગટરની સમસ્યાને લઇ સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવ્યું
જો કે સ્થાનિકોએ અવાર-નવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા આખરે સ્થાનિકો મહાનગરપાલિકા ખાતે ડેપ્યુટી કલેક્ટર કલેક્ટરને લેખિત તથા મૌખિક રજૂઆત કરી ઉગ્ર વિરોધ કર્યો છે. આ સમગ્ર સમસ્યા દૂર નહીં થાય તો આગામી દિવસોમાં ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જેને લઇને મનપાના કોર્પોરેટર આનંદ ગોહીલે સહિતના આગેવાનો સ્થાનિકોની સાથે જોડાયા હતા અને ડેપ્યુટી કલેક્ટર કુંભારાણાની આવેદનપત્ર પાઠવ્યું હતુ.