જામનગર: શહેરમાં NSUI દ્રારા આર.ટી.ઇ. પ્રવેશમાં નોટોરાઇઝડ ભાડા કરાર માન્ય રાખવામાં આવે અને પ્રવેશ પ્રક્રિયાની સમય મર્યાદા વધારવા બાબતે આવેદન આપી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.
આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, હાલ આર.ટી.ઇ. અંતગર્ત પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જેમાં રજીસ્ટર્ડ ભાડા કરાર માટે ફરજીયાત પાલન કરવાના નિયમો ખૂબ જ કઠોર રાખવામાં આવ્યા છે. જ્યારે હાલની કોરોનાની પરિસ્થિતિ જોતા આઘાર કેન્દ્રો, સરકારી કચેરીઓ જયાં રાશનકાર્ડ ચૂંટણી કાર્ડમાં સુધારા કરવા માટે પૂરતા પ્રમાણમાં ઓફિસ સ્ટાફ રાખવામાં આવતો ન હોવાથી તેમજ ઘણા શહેરોમાં આઘાર કેન્દ્રો સંપૂર્ણપણે ચાલુ ના હોવાથી રજીસ્ટર્ડ ભાડા કરારના આવા કપરા નિયમો દૂર કરી ગરીબ બાળકોને પ્રવેશ પ્રક્રિયામાં સરળતા રહે તે માટે આ નિયમોમાં ફેરફાર કરી આર.ટી.ઇ. પ્રવેશમાં નોટોરાઇઝડ ભાડા કરારા માન્ય રાખવામાં આવે. તેમજ વેબસાઇટ પરના આ નિયમો (ગુજરાત સ્ટેમ્પ એકટ, ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાનું આધાર સાથેનો હોવો જોઇશે.)