જામનગર : જિલ્લામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી કથાકાર મોરારી બાપુની ટિપ્પણીનો વિરોધ કર્યો છે.
જામનગરમાં કરણી સેના દ્વારા મોરારી બાપુની ટિપ્પણી અંગે અપાયું આવેદન - કલેકટરને આવેદનપત્ર
જામનગરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કથાકાર મોરારી બાપુની ટિપ્પણીનો વિરોધ કર્યો છે.
કથાકાર મોરારી બાપુ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ અને તેના વંશજો પર કરેલી ટિપ્પણીનો વિરોધ થઇ રહ્યો છે, ત્યારે જામનગરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચીમકી ઉચ્ચારવામાં આવે છે કે, જો હવે આવી રીતની કોઇ પણ જાતની ટીપ્પણી કરવામાં આવશે તો જે તે કથાકારના સ્ટેજ પર જઈ વિરોધ કરવામાં આવશે.
મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી કથાકારો તેમજ કલાકારો દ્વારા હિન્દુ દેવી દેવતાઓ પર અવારનવાર ટિપ્પણી કરવામાં આવી રહી છે, ત્યારે ફરી વખત આવી ભૂલ ન થાય તેવી ચીમકી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ઉચ્ચારવામાં આવી છે.