જામનગર : જામનગરમાં વોર્ડ નંબર-15ના કોર્પોરેટરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકાર પ્રજા પર માસ્કના નામે દંડ નાખી પ્રજાને લૂંટી રહી છે. તો સાથે સાથે કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે કે, કોરોનાના દર્દીઓને રાજ્ય સરકારે આર્થિક સહાય કરવી જોઈએ અને કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને પણ રૂપિયા 1 લાખની સહાય કરવી જોઈએ.
માસ્કના દંડના નામે સરકાર પ્રજાને લૂંટી રહી છે, જામનગર કોંગ્રેસ દ્વારા આપાયું આવેદનપત્ર - જામનગરમાં કોરોનાના સમાચાર
જામનગરમાં વોર્ડ નંબર-15ના કોર્પોરેટરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકાર પ્રજા પાસેથી માસ્કના નામે દંડ નાખી પ્રજાને લૂંટી રહી છે.

કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા છે, તો રોજ પોઝિટિવ કેસની સંખ્યા પણ વધતી જાય છે. ત્યારે જામનગર શહેરમાં વધુમાં વધુ કોરોના ટેસ્ટિંગ થાય તેમજ કોરોનાના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તેવું રાજ્ય સરકારે આયોજન કરવું જોઈએ.
કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે કે, જે કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા છે તો, દર્દીઓ પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકે તે માટે વીડિયો સ્ક્રિન ગોઠવવી જોઈએ. વોર્ડ નંબર 15ના કોર્પોરેટર દેવશી આહીર મરિયમબેન અને ઝેત્તુંનબેન તેમજ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી અને કોર્પોરેટર આનંદ રાઠોડ આવેદનપત્ર આપવા માટે હાજર રહ્યા હતા.