જામનગર : 21 માર્ચે જિલ્લા સમાહર્તા રવિશંકરે જામનગરવાસીઓને કોરોના વાઈરસની મહામારી સામે લડવા તંત્રનો સહકાર આપવા અપીલ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભીડવાળા સ્થળો પર જવાનું ટાળો, એકબીજા સાથે સલામત અંતર બનાવો, નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરો, વારંવાર પાણી અને સાબુથી આપણે હાથ હોવા જોઇએ અને જો આલ્કોહોલબેઝ સેનીટાઇઝર આપની પાસે ઉપલબ્ધ હોય તો તેનો પણ ઉપયોગ કરો. કોઈ પણ જગ્યા પર અફવાથી આપ ભરમાશો નહી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગમે તે જગ્યા ઉપર જે લોકો થૂંકે છે તેને આપ રોકો અને અટકાવો તેમજ સમજાવવાના પ્રયાસ કરો. આપની આજુબાજુ કોઈ પણ જગ્યા ઉપર પાન ખાઈને લોકો થૂંકતા હોય તો તેને અટકાવવાનો પ્રયાસ કરો.
જિલ્લાવાસીઓને કોરોના વાઈરસ સામે લડવા કલેક્ટરે કરી અપીલ - કોરોના વાઈરસટ
જામનગર જિલ્લામાં સમાહર્તા રવિશંકરે જામનગરવાસીઓને કોરોના વાઈરસની મહામારી સામે લડવા તંત્રનો સહકાર આપવા અપીલ કરી હતી. જેમાં તેઓએ સૌને જાહેરમાં ન થૂંકવા અને સેનીટાઈઝરનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું હતું.

આ નંબર ઉપર આપ સંપર્ક કરીને કોરોના બાબતે આપને એવું લાગે કે, આપ સ્વયં પીડિત છો કે ઘરમાં કોઇ દર્દી છે, કે કોરોનાના લક્ષણો આપમાં જણાઇ છે. તો, આ નંબર પર સંપર્ક કરીને અને હોસ્પિટલમાં આવ્યા વગર સીધા જ ડોકટર સાથે વાત કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો. આ સાથે જ મારી છેલ્લા બે-ત્રણ દિવસથી તંત્રના ધ્યાને આવ્યું છે કે, લોકો બિનજરૂરી આ કોરોના હેલ્પલાઇન ઉપર વાત કરે છે, વિનમ્રતા વગર તેમજ અપમાનજનક ભાષામાં વાત કરે છે, ત્યારે સૌને વિનંતી કે અહીં માર્ગદર્શન આપતા નિષ્ણાંત ડોક્ટરો છે. તેમની સાથે આ રીતે વાત કરશો નહીં. સાથે સાથે જે કંઈ વાતચીત થાય છે તેમજ નંબર પણ કોલ રેકોર્ડમાં આવે છે.