- કારગિલ હીરોના સ્મરણાર્થે શહીદ પરિવાર દ્વારા અનાથ ગૃહ શરૂ કરવામાં આવ્યું
• 19 વર્ષની વયે માં ભોમ માટે રમેશ જોગલ થયા હતા શહીદ
• કારગિલ વોરમાં રમેશ જોગલ થયા હતા શહિદ
જામનગરઃ 1999ની વર્ષમાં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા કારગીલ યુદ્ધની લડાઈમાં 19 વર્ષની વયે જામનગરના વીર સપૂત રમેશભાઈ જોગલ શહીદ થયા હતા. શહીદ વીર રમેશભાઈના સ્મરણાર્થે શહીદ પરિવાર દ્વારા અનાથ બાળકોને વિનામૂલ્યે રહેવા, જમવા અને શિક્ષણ આપવાના ઉદ્દેશથી અનાથ બાળ ગૃહ જામનગરમાં શરૂ કરવામાં આવ્યું છે.
• શહીદ રમેશ જોગલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ ગૃહનું કરાશે સંચાલન
કારગિલ શહીદ વીર રમેશભાઈ વિક્રમભાઈ જોગલ યુવા મંડળ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરમાં અનાથ બાળ ગૃહનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ બાળ ગૃહ એક એવી વ્યક્તિના સ્મરણ માટે શરૂ કરવામાં આવ્યું છે, જે સમાજ માટે અને આ દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરેલ છે એ વ્યક્તિ છે કરગિલ શહીદ વીર રમેશભાઈ વિક્રમભાઈ જોગલ. જેનો જન્મ 01 જૂન 1980 ના રોજ જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાનાં મેવાસા ગામમાં થયો હતો. તેઓ ઈ.સ ૧૯૯૯ માં પાકિસ્તાન સાથે થયેલ યુદ્ધમાં ભોમની રક્ષા કરતાં કરતાં સામી છાતીએ લડતા - લડતા શહીદ થયા હતા.
• જોગલ પરિવારે સામાજિક પ્રવૃત્તિ કરી ઉમદા કાર્ય કર્યું
૧૯ વર્ષની આટલી નાની વયે વીર રમેશભાઈ જોગલમાં ભોમની રક્ષા કરતાં શહીદ થયેલ હતા. આ શહીદ પરિવારની એક આવી ભાવના છે કે આ વીર સપૂતની યાદમાં એક એવી સામાજિક પ્રવૃતિ કરવામાં આવે જેથી કરીને સમાજમાં માં ભોમની રક્ષા કરવાની ઈચ્છા હર હમેશ જીવંત રહે.
• અનાથ બાળકો માનભરે જીવે તેવી જોગલ પરિવારે કરી મહેચ્છા
વીર રમેશભાઈ જોગલની યાદમાં આ અનાથ બાળ ગૃહ શરૂ કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય કાર્ય સમાજમાં વસતા અનાથ બાળકોનું ભરણ પોષણ અને શૈક્ષણિક વિકાસ કરવાનું છે. જેથી કરીને આવા બાળકો સમાજમાં સ્વમાન સાથે પોતાનું જીવન જીવી શકે અને સમાજ તેમજ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના તેઓમાં વિકસે.
જામગરમાં વીર શહીદના સ્મરણાર્થે પરિવાર દ્વારા અનાથ ગૃહ શરૂ કરવામાં આવ્યું
1999ની વર્ષમાં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા કારગીલ યુદ્ધની લડાઈમાં 19 વર્ષની વયે જામનગરના વીર સપૂત રમેશભાઈ જોગલ શહીદ થયા હતા. શહીદ વીર રમેશભાઈના સ્મરણાર્થે શહીદ પરિવાર દ્વારા અનાથ બાળકોને વિનામૂલ્યે રહેવા, જમવા અને શિક્ષણ આપવાના ઉદ્દેશથી અનાથ બાળ ગૃહ જામનગરમાં શરૂ કરવામાં આવ્યું છે.
jamnagar