જામનગરમાં રહેતા આશિષ ટ્રાફિક વોર્ડન તરીકેની ફરજ પર હતા ત્યારે શહેરના મારૂતીનગરમાં રહેતા વિજય અજીતભાઈ ગઢવીએ ટ્રાફિકના નિયમો તોડીને ટ્રાફિક બ્રિગેડના જવાન પર હુમલો કર્યો હતો.
જામનગરમાં વાહન ચાલકે ટ્રાફિક વોર્ડન પર હુમલો કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઇ
જામનગર: શહેરમાં અંબર ચોકડી પાસે ટ્રાફિક વોર્ડન પોતાની ફરજ પર હતા. તે દરમિયાન વાહન ચાલકે ટ્રાફિક સિગ્નલના મામલે ટ્રાફિક વોર્ડન પર હુમલો કર્યો હતો.
જામનગરમાં અંબર ચોકડી પર ટ્રાફિક વોર્ડન પર હુમલો
આ ઘટનાને લઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આરોપીએ ટ્રાફિક કોર્ડને અપશબ્દ બોલતા લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે આરોપી વિજય ગઢવી સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
જામનગરમાં સિટી બી પોલીસમાં ફરજમાં રુકાવટ સહિતની કલમો લગાવી આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.