જામનગર: કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ અટકાવવા માટે સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કલેકટરને જામનગર સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવેદન પાઠવી કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ થતું અટકાવવા માટે જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.
હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે સરકાર દ્વારા રાતોરાત કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. મહત્વનું છે કે, વિવિધ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાજ્યના તમામ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રહ્યા છે.
જામનગરમાં કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ થતું અટકાવવા માટે માગ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા રેલવે સહિતના ક્ષેત્રનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરવામાં આવે તો, વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનની કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.