જામનગર: એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પૂનમ માડમના હસ્તે જન ઔષધી કેન્દ્ર ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આજે જન ઔષધી દિવસ નિમિતે જામનગર એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે જન ઔષધી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. લોકોને સસ્તા ભાવે દવા મળી રહે તેવા ઉદ્દેશથી આજે જન ઔષધી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે જન ઔષધી કેન્દ્ર શરૂ કરાયું - jamnagar news
જામનગર: એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે સાંસદ પૂનમ માડમના હસ્તે જન ઔષધી કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં લોકોને સસ્તા ભાવે દવાઓ મળી રહે તેવા ઉદ્દેશ્યથી દેશભરમાં જન ઔષધી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન ઔષધી દિવસ નિમિત્તે કાર્યક્રમ લાઈવ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિવિધ ગંભીર બીમારીમાં સપડાયેલા લોકોને સસ્તા ભાવે જેનરીક દવાઓ મળી રહે તેવા ઉદ્દેશથી દેશભરમાં અંદાજિત 6,000 જેટલા જન ઔષધી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે જામનગરમાં અગાઉ જી.જી હોસ્પિટલ ખાતે જન ઔષધી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ અત્યાર સુધીમાં જેનરીક દવાઓનો મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો છે.