જામજોધપુરની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ ઘણા સમયથી બંધ, દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં - જામનગર આરોગ્ય વિભાગ
જામનગરના જામજોધપુર શહેરમાં સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ ઘણા સમયથી ખરાબ થઇ જવાના કારણે બંધ છે. ત્યારે જામજોધપુરમાં કોરોના પોઝિટિવ અને હોમ આઈસોલેટ થયેલા દર્દીઓને એમ્બ્યુલન્સના કારણે હેરાન પરેશાન થવું પડે છે. તો બીજી તરફ કોરોના કપરા કાળમાં દર્દીઓને એમ્બ્યુલન્સ સેવાનો લાભ ન મળતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
જામનગર: જામજોધપુર શહેરમાં સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ ઘણા સમયથી ખરાબ થઇ જવાના કારણે બંધ છે. ત્યારે નગરપાલિકા દ્વારા કોરોનાના દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જો કોઈ દર્દીની પરિસ્થિતિ અસ્થિર જણાઇ ત્યારે તેને વધુ સારવાર માટે જામનગર અથવા બીજા શહેરમાં જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડી શકે છે. જ્યારે એમ્બ્યુલન્સ ઘણાં સમયથી ખરાબ હોવાને કારણે સ્થાનિક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
જ્યારે કોઈપણ કોરોના પોઝિટિવ દર્દીની તબિયત બગડે ત્યારે આવા દર્દીઓ માટે જામનગર અથવા બીજા શહેરમાંથી એમ્બ્યુલન્સનું રીટર્ન ભાડું આપીને બોલાવવી પડે છે. તે ઉપરાંત અન્ય જગ્યાએથી આવતી એમ્બ્યુલન્સને પહોંચતા સમય પણ વ્યતીત કરવો પડે છે. હાલ કોરોના પોઝિટિવ દર્દીની સ્થિતિ વધારે ને વધારે વણસતી જાય છે. એવામાં એ સમસ્યાથી લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે.