- સાંસદ ત્રણ ગામ લઈ શકે છે દત્તક
- જાંબુડા ગામમાં પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા
- જાંબુડા ગામમાં આરોગ્ય કેન્દ્રની ઉમદા કામગીરી
જામનગર:લોકપ્રિય સાંસદ પૂનમ માડમ જામનગરની ભાગોળે આવેલું જાંબુડા ગામ દત્તક લીધું છે. જાંબુડા ગામમાં પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે, જાંબુડા ગામમાં આરોગ્ય કેન્દ્રની ઉમદા કામગીરીના કારણે મોટાભાગના કેસોમાં લોકોના જીવ બચ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજુ પણ કોરોના ગયો નથી. માત્ર કેસ ઘટ્યા છે. જોકે, etv ભારત દ્વારા સાંસદના દત્તક ગામ વિશે કોરોના મહામારીમાં કેવી છે સ્થિતિ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
દત્તક ગામની વસ્તી 3,000થી 5,000 હોવી જોઈએ
સાંસદ પૂનમ માડમ દ્વારા અનેક ગામડાઓ દત્તક લેવામાં આવ્યા છે લોકસભામાં સાંસદના નિયમોનુસાર એક સાંસદ ત્રણ ગામ દત્તક લઈ શકે છે. જોકે, સાંસદ પૂનમ માડમ પ્રથમ ગામ જાંબુડાને દત્તક તરીકે લીધું છે. જાંબુડા ગામે આદર્શ ગામ છે. અહીં ત્રણ હજારથી વધુ વસ્તી છે અને જાંબુડા ગામ તમામ રીતે સમૃદ્ધ છે. જાંબુડા ગામના ગ્રામજનો પણ ખૂબ જાગૃત છે ખાસ કરીને કોરોના કાળમાં ગ્રામજનોએ કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કર્યું હતું. જેના કારણે જાંબુડા ગામમાં કોરોનાના ઓછા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો:જન્મદિન પર ગામ દત્તક લેતા આણંદના સાંસદ મિતેષ પટેલ