ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના વધતા સંક્રમણને લઇ એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમાર જામનગરની મુલાકાતે - જામનગર

જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વાધારો થઈ રહ્યો છે. જેના કારણે એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમાર જામનગરની 4 દિવસીય મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન કોવિડ મામલે પંકજકુમારે સમીક્ષા બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને થોડા દિવસ પહેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ જામનગર દોડી આવ્યા હતા.

Additional Chief Secretary
Additional Chief Secretary

By

Published : Sep 2, 2020, 5:09 PM IST

જામનગરઃ જિલ્લામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. જે કારણે એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમાર જામનગરની 4 દિવસીય મુલાકાતે આવ્યા છે. આ દરમિયન તેઓ કોરોના સંક્રમણ અંગે સમીક્ષા કરશે.

અધિકારીઓ સાથે કોવિડ મામલે પંકજકુમારે સમીક્ષા બેઠક પણ યોજી

જામનગર જિલ્લામાં રોજ 80થી 90 કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. 8 ઓગસ્ટના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ જામનગરની મુલાકાત લીધી હતી. હાલ બુધવારથી 4 દિવસની જામનગરની મુલાકાતે એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમાર આવ્યા છે. તેમને જિલ્લા કલેકટર સાથે વિવિધ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ સાથે જ અધિકારીઓ સાથે કોવિડ મામલે પંકજકુમારે સમીક્ષા બેઠક પણ યોજી હતી.

સચિવ પંકજકુમારની સાથે પ્રભારી નલિન ઉપાધ્યાય પણ જામનગરની મુલાકતે આવ્યા

જામનગરમાં કામદાર કોલોનીમાં આવેલા આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાત કરતા પંકજ કુમારે જણાવ્યું કે, જામનગરમાં જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે, તેને અટકાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સચિવ પંકજકુમારની સાથે પ્રભારી નલિન ઉપાધ્યાય પણ જામનગરની મુલાકતે આવ્યા છે. જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય અધિકારીઓ અને જીજી હોસ્પિટલના ડૉકટર સાથે બેઠક પણ યોજી હતી. જેમાં કોરોના સંક્રમણ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.

વધતા જતા કોરોના સંક્રમણને કારણે એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમાર જામનગરની મુલાકાતે

8 ઓગસ્ટ -CM રૂપાણીએ જામનગરની મુલાકાત લીધી

જામનગરઃ શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે અને રોજ નવા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર ચિંતિત બની છે અને આ કોરોનાની સમીક્ષા કરવા માટે 8 ઓગસ્ટના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જામનગરની મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ સાથે મુખ્ય પ્રધાન સમીક્ષા બેઠક યોજી હતી. જે બાદ જામનગરની જીજી હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલની મુખ્ય પ્રધાન તેમજ નાયબ મુખ્ય પ્રધાન સહિતના નેતાઓ મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details