ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશે કોવિડ હોસ્પિટલ અને કેર સેન્ટરની લીધી મુલાકાત

જામનગર જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાંઓ, કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટી તંત્રને આવશ્યક માર્ગદર્શન પૂરૂ પાડવા માટે રાજ્યના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ જામનગરમાં આવ્યા છે. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે આરોગ્યતંત્ર અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી.

jamnagar
જામનગર

By

Published : Jul 19, 2020, 12:51 PM IST

જામનગર: શહેરમાં કોવિડ માટે કાર્યરત કોવિડ હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે મુલાકાત દરમિયાન કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલમાં આઇ.સી.યુ.માં દાખલ દર્દી નારાયણને મળી સાજા થઇ પૂર્વવત નિરોગી જીવન જીવવા માટે અને કોરોનાની આ લડાઇ લડવા હિંમત આપી હતી.

રાજ્યના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે કોવિડ હોસ્પિટલ

આ સાથે જ સચિવે સંક્રમણમાં વધારો થાય તો અગમચેતીરૂપે કરવામાં આવનાર વ્યવસ્થાઓની તૈયારીઓની પણ વિવિધ સ્થળોએ તપાસ કરી વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાતમાં કલેક્ટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, મ્યુનિ.કમિશનર સતિષ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવા, શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. દિપક તિવારી, અધિક ડીન અને કોરોના નોડલ ડૉ. એસ.એસ.ચેટરજી, આયુર્વેદ યુનિ. વાઇસ ચાન્સેલર અનુપ ઠાકર પણ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details