જેમા ઘાયલ યુવકોને 108ની મદદથી તાત્કાલિક જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. બે યુવકોને જી જી હોસ્પિટલમાં ICUમાં રાખવામા આવ્યાં હતા. અન્ય એક યુવકને રૂપરેલીયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા.
જામનગર શહેરમાં ક્રિકેટ રમવા જતા યુવકોની કાર ટ્રેન અડફેટે, 3 ઘાયલ - Jamnagar accident
જામનગર: જામનગરના દેવળીયા અને મીઠોઈ પાસે ગમખ્વાત અકસ્માત સર્જાયો હતો. શહેરમા રવિવારના દિવસે ક્રિકેટ રમવા જતા ત્રણ યુવકોની કાર ખુલ્લા ફાટકમાં ટ્રેન અડફેટે આવી જતા 300 મીટર દૂર ફંગોળાઈ હતી.
જામનગર શહેરમાં ક્રિકેટ રમવા જતા યુવકોની કાર ટ્રેન અડફેટે, 3 ઘાયલ
ટ્રેનમાં કાર અથડાતા ત્રણ યુવકો ફસાયા હતા, ત્યારે અન્ય મિત્રોની મદદથી કારમાંથી ત્રણેય યુવકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. ઘાયલ યુવકોને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તો હાલ ડોક્ટર ટીમ દ્વારા યુવકોને સારવાર આપવામાં આવી રહી છે.