જામનગરમાં હેડ કોન્સ્ટેબલ અને વચેટીયાને લાંચ લેતા ACBએ ઝડપી લીધા હતા. આ આરોપી દારૂમાં ઝડપાયેલ હતો. તેમજ દારૂમાં ઝડપાયેલા આરોપી પાસેથી નામ ન આવે તે માટે રૂપિયા 7 હજારની લાંચ કોન્સ્ટેબલ ચંદ્ર વિજયસિંહ ઝાલા મારફતે માગવામાં આવી હતી.
જામનગર: હેડ કોન્સ્ટેબલ અને વચેટીયો લાંચ લેતા રંગેહાથ ઝડપાયા - jamnagar news
જામનગર: ACBએ હેડ કોન્સ્ટેબલ ચંદ્ર વિજયસિંહ ઝાલા અને વચેટિયાને રૂપિયા 7 હજારની લાંચ લેતા ઝડપી પાડયા હતા. ACBએ બંને આરોપીને રંગે હાથs લાંચ લેતા ઝડપી પાડી તેના વિરુદ્ધ તમામ પુરાવાઓ એકત્રિત કરી હાલ તેમની પૂછપરછ શરૂ કરી છે.

etv bharat
જામનગરમાં હેડ કોન્સ્ટેબલ અને વચેટીયાને લાંચ લેતા ACBએ ઝડપ્યા
અરજદારે એસીબીમાં જાણ કરતા એસીબીમાં 13 નવેમ્બરના રોજ હાજર થયેલા પીઆઇ એ. ડી. પરમાર અને તેની ટીમે છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં હેડ કોન્સ્ટેબલ ચંદ્ર વિજયસિંહ ઝાલા અને તેનો માણસ રંગેહાથે ઝડપાઇ ગયા હતા.