ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર: મોર્કંડા પાસે અકસ્માત, 3ના મોત, 2 ઈજાગ્રસ્ત - જામનગર તાજા સમાચાર

જામનગર- રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. જામજોધપુરના સોનવડીયા ગામના 5 વ્યક્તિઓ મોરબીમાં મચ્છુ માતાજીના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા આ દરમિયાન જામનગરના આણંદાબાવા સેવા સંસ્થાની બોલેરો ગાડીએ રાહદારીઓને અડફેટમાં લેતા 2ના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે, જ્યારે એકનું જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.

મોર્કંડા પાસે અકસ્માત
મોર્કંડા પાસે અકસ્માત

By

Published : Dec 22, 2020, 5:28 PM IST

Updated : Dec 22, 2020, 5:46 PM IST

  • મોર્કંડા પાસે સર્જાયો અકસ્માત
  • બોલેરોએ 5 રાહદારીઓને મારી ટક્કર
  • 3 રાહદારીના મોત
    મોર્કંડા પાસે અકસ્માત

જામનગરઃ જામનગર-રાજકોટ હાઈવે પર મંગળવારે અમંગળ ઘટના બની છે. એક સમાજના 5 વ્યક્તિઓ મચ્છુ માતાજીના મંદિરે દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યા હતા, તે દરમિયાન પુર ઝડપે આવી રહેલા બોલરોએ 5 વ્યક્તિઓને ફૂટબોલની જેમ ફગોળીયા હતા. જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું છે.

મૃતક

સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા

ઘટનાની જાણ થતાં 108 ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે ઈજાગ્રસ્તને તાત્કાલિક જી.જી.હોસ્પિટલમાં ખસેડી મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.

બોલોરોનો ડ્રાઈવર ફરાર

અકસ્માત સર્જી બોલેરોનો ડ્રાઈવર ફરાર થયો છે. જેથી પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અકસ્માત સર્જનારો બોલેરો વર્ષોથી જામનગરમાં સામાજીક કાર્ય કરતી સંસ્થા આણદા બાવા સેવા સંસ્થાની છે.

Last Updated : Dec 22, 2020, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details