ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાળિયાના આરાધના ધામ પાસે સર્જાયો અકસ્માત, 2ના મોત - jamnagar update

જામનગરના ધોરી માર્ગ પર એક ટ્રક તથા મિલ્ક વાન અને બોલેરો વાહન સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બોલેરોમાં જઈ રહેલા ડ્રાઇવર સહિત બે યુવાનોના કરૂણ મોત થયા હતા.

ખંભાળિયાના આરાધના ધામ પાસે સર્જાયો અકસ્માત, 2ના મોત
ખંભાળિયાના આરાધના ધામ પાસે સર્જાયો અકસ્માત, 2ના મોત

By

Published : Jan 1, 2021, 5:23 PM IST

  • ખંભાળિયા નજીક સર્જાયો અકસ્માત
  • ટ્રક અને દુધ વાન વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં 2 યુવાનોના થયા મોત

જામનગરઃ શહેરના ધોરી માર્ગ પર એક ટ્રક તથા મિલ્ક વાન અને બોલેરો વાહન સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બોલેરોમાં જઈ રહેલા ડ્રાઇવર સહિત બે યુવાનોના કરૂણ મોત થયા હતા.

ખંભાળિયાના આરાધના ધામ પાસે સર્જાયો અકસ્માત, 2ના મોત

22 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે મોત

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળીયા- જામનગર ધોરીમાર્ગ પર આરાધનાધામ નજીક દૂધ ભરેલા બોલેરો વાહન સાથે આ માર્ગ પરથી પસાર થતા ટ્રકનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં દૂધ ભરેલા બોલેરો વાહનના આગળના ભાગનો કચરઘાણ નીકળી ગયો હતો. જેના કારણે બોલેરો ચાલક જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામના રહીશ એવા નીલકંઠ મકવાણા નામના 22 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું.

ખંભાળિયાના આરાધના ધામ પાસે સર્જાયો અકસ્માત, 2ના મોત

અન્ય એક યુવાનનું સારવાર દરમિયાન મોત

બોલેરોમાં નીલકંઠ મકવાણા સાથે જઈ રહેલા રાજકોટના પરેશ નામના એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તેમને ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી, તેમજ વધુ સારવારની જરુર હોવાથી જામનગરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવતા સમયે માર્ગમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ખંભાળિયાના આરાધના ધામ પાસે સર્જાયો અકસ્માત, 2ના મોત

ખંભાળિયા પોલીસ પહોંચી હતી ઘટના સ્થળે

આ બનાવ બનતા ઈમરજન્સીમાં 108 ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ જરૂરી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ખંભાળિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જરુરી ટ્રાફિક નિયમન તથા અહીંની સરકારી હોસ્પિટલ ખાતે પણ પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details