જામનગર: આજે જામનગરમાં ગુજરાત ઇતિહાસ પરિષદનું 31મુ અધિવેશન યોજાયું હતું, જેમાં વિવિધ સંશોધકોએ કરેલા સંશોધન રજૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ઇતિહાસ વિદોએ ક્યાં આધાર પુરાવા સાથે સંશોધન કર્યું અને ક્યાં પરિમાણો સાથે સંશોધન કર્યું તેના પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ દેવભૂમિ દ્વારકા ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ:ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકા એ હિંદુઓનાં ચાર સૌથી પવિત્ર યાત્રાધામમાંથી એક છે. હિંદુ માન્યતા પ્રમાણે દ્વારકાનો સમાવેશ 'સપ્ત પુરી'માં થાય છે. દર વર્ષે જન્માષ્ટીના તહેવાર દરમિયાન દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ શહેરની મુલાકાત લે છે અને કૃષ્ણના જન્મોત્સવમાં ભાગ લે છે. ભારતનાં કેટલાંક શહેરો માટે અને પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં 'સુવર્ણનગરી' જેવી માન્યતાઓ પ્રવર્તે છે.
આખું શહેર દરિયામાં સમાઈ ગયું: એક માન્યતા મુજબ અચાનક જ કોઈ જળ હોનારત થઈ હોય આખું શહેર દરિયામાં સમાઈ ગયું હોય, આવી માન્યતાઓને પગલે ભૂસ્તરશાસ્ત્રમાં 'જિયોમાયથૉલૉજી'ના નામે તરેહ વિકસી છે. 1963માં ભારતીય પુરાતત્ત્વીય વિભાગને અરબી સમુદ્રના પેટાળમાંથી કેટલાક અવશેષો મળ્યા હતા. જિયોમાયથૉલૉજી તથા મરીન આર્કિયૉલૉજીમાં નિષ્ણાત ગોવાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનૉગ્રાફી (NIO)ને 1982માં નોંધપાત્ર સફળતા મળી હતી.
હિમાલયનો દાદા ગુરુ: 134 વર્ષથી અડીખમ છે ગિરનાર પર્વતના આ પગથિયાં