- ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફના હડતાલ પર ઉતર્યો
- નર્સિંગ કોલેજ પાસે 700 જેટલા લોકો એકઠા થયા
- માંગણીઓ પૂર્ણ નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
જામનગર : એક બાજુ કોરોના મહામારી જોવા મળી રહી છે. તો બીજી બાજુ રાજ્ય પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ ગઇકાલથી તમામ કામગીરીથી અળગો રહી અને હડતાલ પર ઉતર્યો છે. જામનગર ગુરૂ ગોવિંદ હોસ્પિટલના નર્સિંગ કોલેજ પાસે 700 જેટલા લોકો એકઠા થયા છે અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ગુરુગોવિદસિંહ હોસ્પિટલનો 700 જેટલો નર્સિંગ સ્ટાફ હડતાળ પર
આ પણ વાંચો : વડોદરા નર્સિંગ સ્ટાફ દ્વારા થાળી વાટકી વગાડી વિરોધ પ્રદર્શન
નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાલનું હથિયાર ઉગામવામાં આવ્યું
નર્સિંગ સ્ટાફ દ્વારા છેલ્લા ચાર દિવસથી અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવતા હતા. જોકે, રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય ન લેવામાં આવતા આખરે નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાલનું હથિયાર ઉગામવામાં આવ્યું છે. સાથે-સાથે નર્સિંગ સ્ટાફ પોતાની વિવિધ માંગણીઓને લઇને છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. જો માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે.
ગુરુગોવિદસિંહ હોસ્પિટલનો 700 જેટલો નર્સિંગ સ્ટાફ હડતાળ પર આ પણ વાંચો : રાજ્યમાં મેડિકલની તમામ હળતાલો પૂર્ણ, રાજ્ય સરકારે તમામ માગ સ્વીકારી
ગુરૂ ગોવિંદ હોસ્પિટલમાં 1,300 જેટલા કોરોનાના દર્દીઓ દાખલ
કોરોના મહામારી જોવા મળી રહી છે અને જામનગરની ગુરૂ ગોવિંદ હોસ્પિટલમાં 1,300 જેટલા કોરોનાના દર્દીઓ દાખલ છે. ત્યારે કોરોનાના દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જોકે, હડતાળ પર ઉતરેલો નર્સિંગ સ્ટાફ કોરોના ડ્યુટી કરવાનો પણ ઈન્કાર કરી રહ્યો છે.