16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિકનો અમલ થવાનો છે, ત્યારે આ નિયમોથી જામનગર પોલીસને વાકેફ કરવામાં કાર્યશાળાનું આયોજન કરાયું હતું. રાજ્યમાં હેલમેન્ટ, સીટ બેલ્ટ, સહિતના નવા RTOના નિયમો લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત જામનગરમાં પોલીસ પોઇન્ટ પણ વધારવાનું આયોજન કરવામાં આવશે. જો કોઈ વાહનચાલક પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જામનગરમાં ટ્રાફિકના નવા નિયમોથી વાકેફ કરવા પોલીસકર્મીઓ માટે કાર્યશાળા યોજાઇ - પોલીસકર્મીઓ માટે કાર્યશાળા યોજાઈ
જામનગર: શહેરમાં પોલીસકર્મીઓને નવા ટ્રાફિક નિયમોથી વાકેફ કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલની આગેવાની હેઠળ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર રહ્યાં હતાં.
જામનગર
જામનગર શહેરમાં 400 જેટલા CCTV પણ લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને પોલીસકર્મીઓ પણ નવા નિયમોનું પાલન કરવા જિલ્લા પોલીસ વડાએ આદેશ કર્યો હતો. આ કાર્યશાળામાં તમામ પોલીસ સ્ટેશનમાંથી પોલીસકર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો મોટી સંખ્યા હાજર રહ્યાં હતાં.