જામનગર: આમ તો લોકો પોતાનો જન્મદિવસ યાદગાર રહે એ રીતે સેલિબ્રેશન કરી અને ઉજવણી કરતાં હોય છે. જો કે, જામનગરમાં વોર્ડ નંબર-12ના મહિલા કોર્પોરેટર જેનેબ ખફીએ પોતાનો જન્મદિવસ કંઈક અનોખી રીતે ઉજવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના કોર્પોરેટર અને એડવોકેટ જેનમબેન ખફી દ્વારા આજે તેમના જન્મદિવસ નિમિતે ગરીબ રેકડી ધારકોની રેકડીઓ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાંથી દંડ ભરીને છોડાવી આપી હતી.
મહિલા કોર્પોરેટર પોતાના જન્મદિવસના દિવસે કપરા સમયમાં જે લોકોના રેકડી અને કાટાં જામનગર મહાનગર પાલિકાએ જપ્ત કરેલા છે. જેના દંડની રકમ જેનમબેન દ્વારા ચૂકવીને રેકડી અને કાંટા છોડાવી લોકોને પરત આપાવામાં આવ્યા હતા અને ગરીબ રેકડી ધારકોની મદદ કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.
જામનગરના મહિલા કોર્પોરેટરે ગરીબોની મદદ કરી જન્મદિવસ ઉજવ્યો મહિલા નગરસેવિકા જેનબ ખફીએ 100 જેટલા રેકડી ધારકોનો દંડ ભરી અને પોતાનો જન્મદિવસ ગરીબોની મદદ કરીને સાદાઈ રીતે ઉજવ્યો છે. હાલ જે પ્રકારે કોરોનાની મહામારી જોવા મળી રહી છે, ત્યારે જામનગર શહેરમાં તે કેરીઓ વેકરી લઇ જુદા-જુદા વિસ્તારમાં શાકભાજી તેમજ અન્ય વસ્તુનું વેચાણ કરતા હોય છે. તેઓના તોલમાપના કાંટા મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગ દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે, જ્યાં સુધી જે તે ફેરિયાઓ દંડ ન ભરે ત્યાં સુધી તેમને આપવામાં આવતા નથી.
જામનગરના મહિલા કોર્પોરેટરે ગરીબોની મદદ કરી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી આમ, નગરસેવિકાએ તમામ ફેરિયાઓને તોલ-માપના કાંટાઓ પોતે દંડ ભરી અને પરત કર્યા છે અને ગરીબોની મદદ કરી સાદગીથી જન્મદિવસની ઉજવણી કરી છે.