- કલેક્ટર રવિશંકર દ્વારા વર્ચ્યુઅલ પત્રકાર પરિષદ યોજાઇ
- ઇ-ઇપીક સુવિધાનો લાભ લે તે માટે યોજાઇ પત્રકાર પરિષદ
- ઇ-ઇપીકમાં નોંધણી કરાવવા વહીવટીતંત્ર તરફથી અનુરોધ
જામનગર : ભારતીય ચૂંટણીપંચ દ્વારા હાલ ઇ-ઇપીકની કામગીરી ચાલી રહી છે. જામનગર જિલ્લામાં આ ઝુંબેશમાં લોકો જાગૃત થઇ અને વધુમાં વધુ મતદાતા જોડાઇ, ઇ-ઇપીક સુવિધાનો લાભ લે તે માટે કલેક્ટર રવિશંકર દ્વારા વર્ચ્યુઅલ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ઇ-ઇપીક ઝુંબેશ અંતર્ગત કોઈપણ વ્યક્તિ પોતાના યુનિક મોબાઈલ નંબર પરથી પોતાનું ચૂંટણીકાર્ડ ફોન અથવા તો લેપટોપમાં ડાઉનલોડ કરી શકે છે અને તેને પ્રિન્ટ પણ કરી શકાશે. સાથે જ જો આ ઇ-ઇપીક કાર્ડમાં મતદાતાને કોઈ વિગતમાં સુધારો કરવાની આવશ્યકતા હોય તો તે અંગે પણ આવશ્યક ડોક્યુમેન્ટ ઉમેરી સુધારા માટેની અરજી પણ કરી શકશે.
જામનગર : કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદ યોજાઈ ઇ-ઇપીક મતદારો માટે ખૂબ સુવિધાજનક : કલેકટર
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, ઇ-ઇપીક મતદારો માટે ખૂબ સુવિધાજનક છે. મતદાતા ડિજિટલ ફોર્મેટમાં પોતાના ફોનમાં પોતાનું ચુંટણીકાર્ડ સાચવી શકે છે. આ માટે voter helpline મોબાઇલ એપ અથવા તો https://voterportal.eci.gov.in/, https://nvsp.in/, પરથી ઈ-ઈપીક કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. આ માટે પ્રથમ પોર્ટલ ઉપર રજીસ્ટર અથવા તો લોગ ઇન કરી મતદાતાએ પોતાના એપિક નંબર અને સાથે જ રેફરન્સ નંબર નાખી આગળ વધવું, ત્યારબાદ મતદાતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર ઓટીપી આવશે જેને વેરીફાઈ કર્યા બાદ ઇ-ઇપીક કાર્ડ ડાઉનલોડ થઇ જશે.
25 જાન્યુઆરીઅથી 31 જાન્યુઆરી સુધી યુનિક નંબર ન ધરાવતા મતદારોની ઇ-ઇપીકમાં નોંધણી ચાલુ
જો કોઈ મતદાતાના યુનિક મોબાઈલ નંબર ન હોય તો અથવા તો તે અંગે kYC ન કરાવેલ હોય તો https://kyc.eci.gov.in પરથી kYC કરાવવા kYC લીંક પર kYC કમ્પ્લીટ કરી ત્યારબાદ ફેસ લાઇવનેસ વેરિફિકેશન કર્યા બાદ પોતાનો યુનિક મોબાઈલ નંબર kYCમાં અપડેટ કરો. આ ત્રણ પગલાઓ દ્વારા જે મતદાતાઓના યુનિક મોબાઇલ નંબર KYCમાં અપડેટ થશે આ ઉપરાંત, જે મતદાતાઓ યુનિક મોબાઇલ નંબર ધરાવતા નથી તેઓ ફેશિયલ રેકોગ્નીશન દ્વારા KYC કરી મોબાઇલ નંબર ઉમેરી ઇ-ઇપીક ડાઉનલોડ કરી શકશે. હાલ તા.25 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી યુનિક નંબર ન ધરાવતા મતદારોની ઇ-ઇપીકમાં નોંધણી ચાલુ છે. ત્યારબાદ ફેબ્રુઆરી માસથી દરેક મતદારો માટે આ પ્રક્રિયા ખુલ્લી મુકવામાં આવશે. હાલ જામનગર જિલ્લામાં મતદાર યાદીમાં કુલ નવા 27718 મતદારો ઉમેરાયા છે. જેમાંના 17,557 મતદારો યુનિક નંબર ધરાવતા નથી. તો આ મતદારોને આ ઝુંબેશમાં ભાગ લઇ તત્કાલ ઇ-ઇપીકમાં નોંધણી કરાવવા વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે.