જામનગરમાં વકીલ કિરીટ જોશીના હત્યારા સામે કાર્યવાહીની માંગ - કિરીટભાઈ જોશી હત્યાકાંડ
જામનગરઃ બહુચર્ચીત એડવોકેટ કિરીટભાઈ જોશી હત્યાકાંડમાં ગુરૂવારે જિલ્લા કલેકટર રવિશંકરને એડવોકેટ કિરીટભાઈ જોશીના પરિવારજનો અને બ્રહ્મસમાજના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં હત્યારાને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

victim family demand
એડવોકેટ કિરીટભાઈ જોશીની હત્યા દોઢ વર્ષ પહેલા થઈ હતી. જોકે હજુ સુધી કિરીટ જોશીનો હત્યારો ઝડપાયો નથી. હાલ કિરીટ જોશી હત્યાકાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ જામનગર કરી રહી છે. જો કે, આ કેસમાં કોઈ આરોપી ન ઝડપાતા બ્રહ્મ સમાજ દ્વારા હત્યારાને તાત્કાલિક ઝડપી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જામનગરમાં વકીલ કિરીટ જોશીના હત્યારા સામે કાર્યવાહીની માંગ