ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર પોલીસનો ગાંધીપ્રેમ: શ્રદ્ધાંજલિ આપવા બાઈક લઈ કન્યાકુમારી પહોંચશે - kanyakumari

જામનગર: પોલીસ વડા શરદ સિંઘલનાં માર્ગદર્શનથી ચાર પોલીસ જવાનો બાપુની 150મી જન્મ જયંતી નિમિત્તે કન્યાકુમારીની યાત્રાએ નીકળ્યા છે. 15 દિવસની આ યાત્રામાં આ જવાનો બાઈક પર સવાર થઈ 2756 કિલોમીટરનું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે.

જામનગર

By

Published : Oct 2, 2019, 6:58 PM IST

દેશભરમાં સ્વચ્છતા અભિયાનમાં વધુ ને વધુ લોકો જોડાય, એકતા અને કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે જામનગર પોલીસનાં ચાર જવાનો આજથી એટલે કે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે કન્યાકુમારીની યાત્રાએ નીકળ્યા છે.

જામનગર પોલીસની અનોખી પહેલ: બાપુને શ્રદ્ધાંજલિ આપવા નીકળ્યા કન્યાકુમારીની યાત્રાએ

આમ તો પોલીસ જવાનો પોતાની ડ્યુટીમાં તૈનાત હોવાથી તેઓને સમય મળતો નથી હોતો, પરંતુ જામનગર પોલીસ વડા શરદ સિંઘલના માર્ગદર્શનથી આ ચાર પોલીસ જવાનો બાઈક પર સવાર થઈ યાત્રાએ નીકળ્યા છે. આ જવાનો 2756 કિલોમીટરનું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે અને કન્યાકુમારી પહોંચતા તેમને લગભગ 15 દિવસનો સમય લાગશે. જવાનોને વિદાય આપવા તેમના પરિવારજનો તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યાં તેમને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details