• જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ
• તમામ રાજકીય પક્ષના આગેવાનો પુષ્પાંજલિ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
• ડોક્ટર આંબેડકરના કાર્યોને લોકોએ કર્યા યાદ
જામનગરમાં ડૉ.ભીમરાવ આંબેડકરના 64મા મહાનિર્વાણ દિવસે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો - જામનગરમાં પુષ્પાંજલી કાર્યક્રમ
રવિવારે દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના 64મા નિર્વાણ દિન નિમિત્તે જામનગરમાં લાલ બંગલા સર્કલ પાસે આવેલી ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષના આગેવાનોએ નિમિત્તે પુષ્પાંજલી અર્પી છે.
દલિત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
જામનગરમાં લાલ બંગલા સર્કલ પાસે આંબેડકર ચોક ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરના 64મા મહાનિર્વાણ દિન નિમિત્તે દલિત સમાજ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.તેમજ જામનગર શહેર અને તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ અને આ વિસ્તારના હજારો દલીતભાઈઓ દ્વારા ડૉ. બાબાસાહેબના કાર્યો અને તેમની સેવાઓને યાદ કરતા ડૉ. બાબા આંબેડકર અમર રહોના નારાથી શહેર ગુંજી ઉઠ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. તમામ લોકો માસ્ક પહેરી પુષ્પાંજલિ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.