ગુજરાત

gujarat

By

Published : Feb 18, 2020, 4:58 PM IST

ETV Bharat / state

જામનગરના લતીપુર ખાતે પશુરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો

ભારતીય સંસ્કૃતિ સર્વે જીવોના કલ્યાણની ભાવનાના સાથે જીવવા પ્રેરે છે. ત્યારે કેટલાંક લોકો આ ભાવનાને નેવે મૂકીને પ્રાણીનું હનન કરી રહ્યાં છે. જેને અટકાવવા માટે ગુજરાત સરાકરે એક નવી પહેલી શરૂ કરી છે. અબોલ જીવોથી લઇ છેવાડાના માનવી પ્રત્યે સંવેદના ધરાવતી ગુજરાત સરકાર માત્ર માનવીઓ પ્રત્યે જ નહીં પરંતુ પશુઓ પ્રત્યે પણ સંવેદનશીલ છે, વર્ષોથી કાર્યરત રાજ્ય સરકારનો પશુપાલન વિભાગ અને વર્ષ 2017થી કાર્યરત કરૂણા એનિમલ હેલ્પલાઇનએ તેનો પ્રત્યક્ષ પુરાવો છે.

jamnagar
jamnagar

જામનગરઃ હાલમાં જ લતીપુર ખાતે પશુરોગ નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન પશુપાલન વિભાગ જામનગર અને માલાણી કન્સ્ટ્રકશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું. જેમાં મેડિસિન વિભાગ, ગાયનેક વિભાગ, સર્જરી વિભાગ અને ડ્રેનેજ વિભાગ દ્વારા કુલ 1947 પશુઓની સારવાર કરવામાં આવી હતી. તેમજ ખરવા અને મોવાસા રોગનું તેઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. સ્થળ પર જ પશુના લોહી અને પેશાબનો રિપોર્ટ કરી પશુના રોગ વિશે જાણી શકાય તે માટે મોબાઈલ લેબની સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

જામનગરના લતીપુર ખાતે પશુરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો

આ કેમ્પમાં કુલ 15 પશુઓની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં કેન્સરના રોગ, ગાયના પેટમાંથી સ્ટીલ બહાર કાઢવાની જેવી જટિલ શસ્ત્રક્રિયાઓ કરી પશુઓને નવજીવન આપવામાં આવ્યું હતું. આ કેમ્પના લાભાર્થી જગદીશભાઈ રામાણી પોતાની ગાયનાં શિંગડાંના કેન્સરની સફળતાપૂર્વક થયેલી શસ્ત્રક્રિયા બાદ ડૉક્ટરનો અને સરકારનો આભાર માનતા કહે છે કે,"છ મહિનાથી મારી ગાય દુઃખી થતી હતી, મારી ગાય મારે મારી મા સમાન છે ત્યારે એને આ ડૉક્ટરોએ બચાવી તેના માટે સરકારના પશુપાલન વિભાગનો ખૂબ આભાર માનું છું અને સરકારનો મારી ગાયને બચાવવા માટે આભાર માનું છું.”

આ કેમ્પ દ્વારા લતીપુર અને તેની આજુબાજુના વિસ્તારના કુલ ૧૧૨ લોકોના પશુઓની સારવાર કરાઇ હતી. આ તમામ લોકો દ્વારા પશુ ચિકિત્સકો, આયોજકો અને સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details