- જામનગર જેલમાં કાચા કામના કેદીએ સહાયક પર હુમલો કર્યો
- શનિ મકવાણા નામના કાચા કામના કેદીએ કર્યો જેલ સહાયક પર હુમલો
- જુદા-જુદા યાર્ડમાંથી અન્ય કેદીઓ ભેગા થઈ ગયા
જામનગર: જેલમાં ગઈકાલે ચાર નંબરની બેરેકના કાચા કામના કેદી નજીર ઉર્ફે ગંઢાબાપુ તેમજ 6 નંબરની યાર્ડના કાચા કામના કેદી હિતેશ નરશીભાઈ બાંભણિયા વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જેના કારણે જુદા-જુદા યાર્ડમાંથી અન્ય કેદીઓ ભેગા થઈ ગયા હતા.
કેદીઓ બાખડતા સહાયક વચ્ચે પડયા અને માર મળ્યો
આ સમયે જેલના સહાયક અજયસિંહ પ્રભાતસિંહ જાડેજા દોડી આવ્યા હતા અને તમામને છુટા પાડી પોતાની બેરેકમાં કેદીઓને જવા માટેનો આદેશ કર્યો હતો. જે દરમિયાન 6 નંબરની બેરેકમાં રહેલા જામનગરના વતની અને હત્યા કેસના એક ગુનામાં કાચા કામના કેદી તરીકે રહેલા સની શામજીભાઈ મકવાણાએ જેલ સહાયક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યાર પછી ડખો કરીને ઝપાઝપી કરી દીધી હતી. ઉપરાંત જેલ સહાયકને ધક્કો મારી પછાડી દઇને તેના પેન્ટનું બટન તોડી નાખ્યું હતુ અને ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જેથી આ મામલો સીટી A ડીવીઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે.
આ પણ વાંચો:Birthday Celebration Viral Video: પોલીસ કર્મીઓની પહેલા બદલી, બાદમાં સસ્પેન્ડ અને હવે પોલીસ ફરિયાદ