ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના ગ્રેઇન માર્કેટમાં વેપારી એસોસિએશન દ્વારા વધુ એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવાયું - jamnagar grain market

સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જાય છે ત્યારે કોરોનાની મહામારીથી બચવા માટે અલગ-અલગ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં પણ કોરોનાની મહામારી સામે લડવા માટે લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી રહ્યા છે. ત્યારે વેપારી એસોસિએશન દ્વારા વધુ એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.

જામનગરના ગ્રેઇન માર્કેટમાં વેપારી એસોસિએશન દ્વારા વધુ એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવાયું
જામનગરના ગ્રેઇન માર્કેટમાં વેપારી એસોસિએશન દ્વારા વધુ એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવાયું

By

Published : May 9, 2021, 12:53 PM IST

  • જામનગરમાં સતત વધતા કોરોનાના કેસ
  • કોરોનાની ચેઇન તોડવા માટે પોતાની કટિબધ્ધતા દર્શાવી નિર્ણય લીધો છે
  • સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને માસ્ક અચૂક પહેરી સહકાર આપે તેવી વિનંતી કરાઇ

જામનગરઃધી સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી લહેરીભાઇની એક યાદી જણાવે છે કે, હાલ કોરોનાની વધુ વણસેલી પરિસ્થિતિને કારણે સંસ્થા દ્વારા બહુમતી સભ્યોના મંતવ્ય મુજબ વધુ એક અઠવાડીયા માટે 10મેથી 14મે સોમવારથી શુક્રવાર સુધી સવારે 8 ક્લાકથી બપોરે 2 ક્લાક સુધી પોતાના ધંધા રોજગાર ચાલુ રાખવામાં આવશે. 15 અને 16મેના સંપૂર્ણ બંધ રાખવાનો વધુ એક અઠવાડીયા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગરની ગ્રેઇન માર્કેટમાં વેપારી એસોસિએશન દ્વારા વધુ એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવાયું

આ પણ વાંચોઃગિરિમથક સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

વેપારીઓ પણ બન્યા છે કોરોનાગ્રસ્ત

વેપારી મિત્રોએ કોરોનાની આ ચેઇન તોડવા માટે પોતાની કટિબધ્ધતા દર્શાવી આ નિર્ણય લીધો છે. સાથે સાથે સોમથી શુક્રવાર સુધી જે સમય દરમિયાન ગ્રેઇન માર્કેટ ચાલુ છે, તે સમયગાળામાં લોકો સ્વૈચ્છિક રીતે સરકારની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને માસ્ક અચૂક પહેરી સહકાર આપે તેવી વિનંતી કરવામાં આવી છે.

જામનગરની ગ્રેઇન માર્કેટમાં વેપારી એસોસિએશન દ્વારા વધુ એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવાયું

ABOUT THE AUTHOR

...view details