જામનગર: જામનગરની જીજી હોસ્પિટલને RDXથી ઉડાવવાના બદઈરાદા સાથે શહેરમાં 4 આતંકવાદીઓ ઘુસ્યાના ઇનપુટ મળતા LCB અને SOG એ મોકડ્રિલ યોજી હતી. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા જામનગરને પણ દરિયાઈ ગઢ માનવામાં આવે છે, તેની સુરક્ષા પણ અત્યંત જરૂરી છે. જે અનુસંધાને દરિયાઈ સુરક્ષાની ચકાસણી કરવા કૃણાલ દેસાઈના માર્ગદર્શનમાં SOG- LCB દ્વારા મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં SOG PI કે.એલ.ગાધે, PSI વી.કે.ગઢવી, SOG અને LCB સ્ટાફ સાથે આઈબી, સેન્ટ્રલ તથા સ્ટેટ આઈબીના અધિકારીઓ જોડાયા હતા.
જામનગરની જીજી હોસ્પિટલમાં LCB અને SOG એ મોકડ્રિલ યોજી - Jamnagar District Police
જામનગરની જીજી હોસ્પિટલને RDXથી ઉડાવવાના બદઈરાદા સાથે શહેરમાં 4 આતંકવાદીઓ ઘુસ્યાના ઇનપુટ મળતા LCB અને SOG એ મોકડ્રિલ યોજી હતી. જેમાં SOG PI કે.એલ.ગાધે, PSI વી.કે.ગઢવી, SOG અને LCB સ્ટાફ સાથે આઈબી, સેન્ટ્રલ તથા સ્ટેટ આઈબીના અધિકારીઓ જોડાયા હતા.
જામનગર
આ મોકડ્રિલ દરમિયાન કોઈ જ જાનહાનિનો બનાવ બનવા પામ્યો ન હતો. આમ દરિયાઈ સુરક્ષા કાજે જામનગર જિલ્લા પોલીસની પાંખ ગણાતી SOG, LCB અને આઈબીના બાહોશ કર્મીઓ 24 કલાક સજાગ રહી બાજ નજરે અડગ નજર રાખી રહી છે તે સાબિત કરે છે. દેશ સાથે સાથે રાજ્ય તેમજ જામનગર જિલ્લાના પ્રત્યેક નાગરિક આરામથી સુખની નીંદર માણી શકે છે, કેમ કે, ગુજરાત પોલીસના આ બાહોશ અધિકારીઓ 24 કલાક જાગે છે અને સેવા શાંતિ અને સુરક્ષા સાથે પ્રત્યેક નાગરિકની રક્ષાની જવાબદારી નિભાવે છે.