ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamanagar News: જામનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં બૉમ્બ મળતાં દોડધામ બાદમાં મોકડ્રીલ જાહેર કરાઈ

જામનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કંપનીમાં જીવિત બોમ્બ મળવાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. IOC ની ફાયર ટીમ અને મનપા ફાયર ટીમ દ્વારા લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી.અંતે બૉમ્બ સ્કૉવર્ડ બોમ્બને નિષ્ક્રિય કર્યો હતો.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 20, 2023, 2:22 PM IST

Updated : Aug 20, 2023, 2:28 PM IST

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કંપનીમાં જીવિત બોમ્બ મળવાની મોકડ્રીલનું આયોજન

જામનગર: ઠેબા ચોકડી પાસે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કંપનીમાં જીવિત બોમ્બ મળવાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર ફાયર ટીમ, LCB, SOG અને બૉમ્બ સ્કૉવર્ડ ટીમ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી. 108ની ટીમ પણ મોકડ્રિલમાં જોડાઈ હતી. અંતે બૉમ્બ સ્કૉવર્ડ બોમ્બને નિષ્ક્રિય કર્યો હતો.

જીવિત બોમ્બ મળવાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું

જીવિત બોમ્બ મળવાની મોકડ્રીલ: ઠેબા ચોકડી પાસે આવેલી IOCની રિફાઇનરીમાંથી દેશના અનેક વિસ્તારમાં ઓઇલ પાઇપ લાઈન મારફતે ઓઇલ મોકલવામાં આવે છે. વર્ષમાં ચાર વખત મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે જીવિત બોમ્બ મળવાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. IOC ફાયર ટીમ અને મનપા ફાયર ટીમે લાગેલી આગને કાબુમાં લીધી હતી અને બાદમાં જીવંત બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં બૉમ્બ મળતાં દોડધામ

સફળ રહી મોકડ્રીલ: IOCની રિફાઇનરીમાં અંતે સમગ્ર ઘટના મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી. IOC ની ફાયર ટીમ અને મનપા ફાયર ટીમ દ્વારા લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી અને તમામ ટીમોને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને બખૂબીથી મોકડ્રીલ પાર પાડવામાં આવી હતી.

વર્ષમાં ચાર વખત મોકડ્રિલનું આયોજન: IOC સરકારી ઓઇલ રિફાઇનરી છે. સમગ્ર દેશમાં તેનું નેટવર્ક ફેલાયેલું છે અને દેશ વિરોધી તત્વોની નજર હમેશા પાઈલપાલન ભંગાણ સર્જવાની હોય છે ત્યારે આવી કોઈ ઘટના બને નહિ તે માટે જામનગર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં વર્ષમાં ચાર વખત મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને સ્થાનિક પોલીસને સાથે રાખવામાં આવે છે અને તમામ વિભાગને કોર્ડિંનેટ કરવામાં આવે છે.

  1. Jamnagar News : જામનગરમાં NSG કમાન્ડોએ યોજી દિલધડક મોકડ્રિલ, પાંચ આતંકીને કર્યા ઠાર
  2. જામનગરમાં પોલીસ જવાનો માટે મોકડ્રિલ,RPFએ દેખાડ્યું ઓરિજિનલ એક્શન
Last Updated : Aug 20, 2023, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details