જામનગર: જિલ્લાના ફલ્લા ગામે કોરોના સંક્રમણ મામલે જન જાગૃતિ આવે તેવા ઉદ્દેશથી જન જાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે એક યુવક દ્વારા યમરાજ બનીને કોરોના વાયરસ અંગે જાગૃતિ ફેલવવામાં આવી રહી છે.
ફલ્લા ગામના યુવક દ્વારા અનોખી પહેલ, યમરાજા બનીને લોકોને કરી રહ્યો છે જાગૃત
જામનગરના ફલ્લા ગામમાં યુવક દ્વારા અનોખી પહેલ કરવામાં અવી હતી. આ યુવક યમરાજા બનીને લોકોને જાગૃત કરી રહ્યો હતો.
jamnagar
મહત્વનું છે કે, એક વાહનમાં યમરાજા સવાર થઈ લોકોને કોરોના વાયરસ બાબતે માહિતી આપતાં જણાયા હતા. યમરાજનો રોલ નીરવ ધામેલીયા નામના યુવકે કર્યો છે.
જો કે, ફલ્લા ગામની જનતા જાગૃત હોય અને નિયમનું ચુસ્ત પણે પાલન કરતા હોય તેથી યમરાજા પણ આટો મારીને ખાલી હાથ જતા રહ્યા હતા.