જામનગર : જાણવા મળતી વિગત મુજબ જામનગરના ઢીચડા રોડ, તિરુપતી પાર્કમાં રહેતી 26 વર્ષની યુવતીએ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જામનગરના ગાંધીનગર મેઇન રોડ, મંદિર પાસે એ/26 ખાતે રહેતા વિરેન જાનકીદાસ રામાવત નામના શખ્સ સામે આઇપીસી કલમ 307, 323 મુજબ ગુનો નોંધાવ્યો હતો.
જામનગરમાં પ્રેમિકાને પામવા પ્રેમીએ પાંચ વર્ષની બાળકીની હત્યાની કરી કોશિશ - jamanagr News
જામનગરના તિરૂપતીપાર્ક વિસ્તારમાં ગઇકાલે એક અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો હતો. જેમાં પ્રેમીકાને પામવા આડખીલી રૂપ બનતી 5 વર્ષની બાળકીને પેટમાં બટકુ ભરી માથામાં વેલણ ઝીંકીને હત્યાની કોશિશ કરી હતી. પ્રેમી આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીના અમાનુષી અત્યાચારના કારણે ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે. ઇજાગ્રસ્ત બાળાને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે.
Published : Nov 24, 2023, 5:22 PM IST
પ્રેમિકાએ પ્રેમી વિરોધ ફરિયાદ નોંધાવી ; ફરીયાદમાં જણાવ્યુ હતું કે, ફરીયાદીને આરોપી સાથે પ્રેમસબંધ હોય અને ફરીયાદીને 5 વર્ષની દીકરી હોય આ દરમિયાન આરોપી વિરેને તેણીને કહ્યું કે, હું તારી સાથે લગ્ન કરુ પરંતુ તારી દીકરીને સાથે રાખીશ નહીં, પરંતુ ફરીયાદીએ દીકરીને સાથે રાખવાનું કહ્યુ હતું. આ દરમિયાન આરોપીએ ઉશ્કેરાઇ જઇને ફરીયાદીની દીકરી લગ્ન કરવામાં આરોપીને આડખીલી બનતી હોય જેથી તે હેવાન બનેલા શખ્સે 5 વર્ષની બાળાને પેટમાં બટકુ ભરી વેલણ વડે પગ અને મોઢા તથા માથાના ભાગ પર જીવલેણ હુમલો કર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આરોપીને પકડવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા : બાળકીને સારવાર અર્થે અત્રેની હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. કલમ 307 મુજબ ગુનો દાખલ કરી આરોપી વિરેન રામાવતની વિધીવત રીતે ધરપકડ કરવા ચક્રો ગતીમાન કર્યા હતા. માસુમની માતાના પ્રેમીએ અમાનુષી અત્યાચાર ગુજારતા ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી. આ અંગેની તપાસ સીટી-સી PI ચૌધરી દ્વારા ચલાવવામાં આવી રહી છે.