ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના નાઘેડી ગામની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, કલાકો બાદ આગ પર કાબૂ મેળવાયો

જામનગર નાઘેડી ગામની ન્યારા કંપનીના ફર્નિચર ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી.

જામનગરના નાઘેડી ગામમાં ન્યારા કંપનીના ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
જામનગરના નાઘેડી ગામમાં ન્યારા કંપનીના ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

By

Published : May 3, 2020, 2:28 PM IST

જામનગરઃ જિલ્લાના નાઘેડી ગામમાં ન્યારા કંપનીના ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરા-તફડી મચી ગઇ હતી. જો કે જામનગર ફાયર ટીમની ત્રણ ગાડીઓ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. પણ આગ કોઈ હિસાબે કાબૂમાં ન આવતા ભારે દોડધામ મચી ગઈ છે.

જામનગરના નાઘેડી ગામમાં ન્યારા કંપનીના ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, 15 કલાક બાદ આગ કાબુમાં

જ્યારે આગ પર કાબૂ મેળવવા માટે 15 કલાક સુધી ફાયર ટીમે સતત પ્રયાસ કર્યા હતા. આ ગોડાઉનનો ઉપયોગ સ્ક્રેપ માટે કરવામાં આવતો હતો.

ABOUT THE AUTHOR

...view details