ગુજરાત

gujarat

ETV Bharat / state

પીપરટોડામાં વન વિભાગની વાડીમાં પડેલી ઘાસમાં લાગી ભીષણ આગ - News of the fire in Pipertoda

જામનગર જિલ્લાના પીપરટોડા ગામે વનવિભાગની વાડીમાં રખાયેલાં ધાસના જથ્થા ઉપર આકાશી વિજળી પડતાં ભીષણ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે જામનગર- જામજોધપુર અને રિલાયન્સના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતાં.

Gujarat
Gujarat

By

Published : May 1, 2021, 9:46 PM IST

  • પીપરટોડામાં વન વિભાગની વાડીમાં પડેલા ઘાસમાં લાગી ભીષણ આગ
  • આકાશી વીજળી પડતા ઘાસમાં લાગી આગ
  • રિલાયન્સના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા

જામનગર: લાલપુર તાલુકામાં પીપરટોડા ગામમાં આવેલા વનવિભાગની વાડીમાં રખાયેલાં ધાસના જથ્થા ઉપર આકાશી વિજળી પડતાં ભીષણ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે જામનગર- જામજોધપુર અને રિલાયન્સના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતાં.

પીપરટોડામાં વન વિભાગની વાડીમાં પડેલી ઘાસમાં લાગી ભીષણ આગ

આ પણ વાંચો : વડોદરા રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં લાગી આગ

જામનગર, જામજોધપુર અને રિલાયન્સના ફાયર ફાઈટરની લેવાઈ મદદ

જામનગર જિલ્લામાં ત્રીજા દિવસે બપોરબાદ વાતાવરણમાં પલટો આવતાં લાલપુર પંથકમાં અમૂક સ્થળોએ કરા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન પીપરટોડા ગામની સિમમાં આવેલી વનવિભાગની વિડીમાં એકત્ર કરાયેલાં ધાસના જથ્થા ઉપર આકાશી વીજળી પડતાં આગ ભભૂકી હતી અને થોડીક ક્ષણોમાં આગે ભીષણ સ્વરૂપ પકડી લીધું હતું. જેના કારણે તે વિસ્તારમાં દોડા દોડી થઇ ગઇ હતી.

આ પણ વાંચો : વિદ્યાનગર GIDCમાં આગ લાગતા ગંગા એન્જિનિયરિંગનું યુનિટ બળીને ખાક

આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

આગની ઘટનાની જાણ થતાં જામનગર ફાયર વિભાગના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતાં. જે બાદ જામજોધપુર અને રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટરો પણ ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details