જામનગર : જામનગરથી 15 કિમી દૂર આવેલા મસિતીયા ગામે આવેલી હઝરત પીર બાબાની દરગાહએ દર વર્ષે ધૂળેટીના (Dhuleti in Jamnagar 2022) દિવસે ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે. જેમાં હિંદુ અને મુસ્લિમ કોમના લોકો સાથે મળીને ભાગ લે છે. આ વર્ષની ખાસ વાત છે ઘોડાગાડી, બળદ ગાડા અને ઘોડા દોડની રેસનું (Horse Race was Organized in Masitiya) આયોજન કરવામાં આવ્યું હતું.
મસીતીયામાં યોજાઈ અશ્વદોડ સ્પર્ધાનું આયોજન બાદશાહ અશ્વનું પ્રથમ સ્થાન - આ આયોજન જિલ્લાભરમાંથી સ્પર્ધકો ભાગ લેવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે યોજાયેલી અશ્વદોડમાં જુદા-જુદા ગામોમાંથી 15 જેટલા ઘોડે (Horse Race was Organized) સવારોએ ભાગ લીધો હતો. જેમાં બાદશાહ 307 નામના અશ્વએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. દોડની આયોજક કમિટીએ ઘોડાના માલિકનું સાફો પહેરાવી સન્માન કર્યું હતું.
આ પણ વાંચો :Horse Racing Game : મહારાષ્ટ્રના નંદુરબારમાં સારંગખેડાની ઘોડા બજારની સુંદરતા સ્પર્ધમાં ભાવનગરના ઘોડાએ બાજી મારી
જાતવાન ઘોડા -ઘોડે સવારો માટે મસિતીયા ગામમાં (Horse Race in Masitiya Village) ધુળેટી પર્વે યોજાતી અશ્વદોડ ઘણી મહત્વની બનતી હોય છે. જામનગરના વિવિધ ગામો તેમજ અન્ય જિલ્લામાંથી ઘોડે સવારો આ રેસમાં ભાગ લે છે. આ અશ્વદોડમાં અરબી, કાઠીયાવાડી અને વછેરાની અલગ-અલગ દોડ આયોજીત કરવામાં આવે છે.
આ પણ વાંચો :દિલધડક રેસ્ક્યૂ: રાજકોટ આજી નદીમાં ઘોડો ડૂબતા બચાવાયો , 30 મિનિટ સુધી ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન
વિજેતાનું સન્માન -અશ્વદોડમાં વિજેતા બનનાર સ્પર્ધકને કોઈ મોટી ઇનામી રકમ એનાયત કરવામાં આવતી નથી. માત્ર વિજેતાનું સાફા વડે સન્માન કરવામાં આવે છે. આમ છતાં આ રેસમાં (Horse Competition Organized in Jamnagar) ભાગ લેવા માટે અશ્વ સવારોમાં અનેરો થનગનાટ હોય છે. અશ્વ દોડનો રૂટ 2 કિલોમીટર સુધી લાંબો હોય છે.