ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર દરેડ GIDC ફેઝ-3માં ગૌશાળાના ગોડાઉનમાં લાગી આગ, ફાયર ટીમે આગને લીધી કાબૂમાં - રેડ GIDC ફેઝ-3

જામનગર દરેડ GIDC ફેઝ-3માં ગૌશાળાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જામનગર ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે જામનગરમાં ગઈ કાલે પણ ખીજડા મંદિર પાસે ભંગારના વાડામાં આગ લાગી હતી.

Jamnagar
Jamnagar

By

Published : Nov 27, 2020, 10:44 PM IST

  • GIDC ફેઝ-3માં ગૌશાળાના ગોડાઉનમાં લાગી આગ
  • ફાયર બ્રિગેડની ટીમે આગને લીધી કાબૂમાં
  • ગઈ કાલે પણ ખીજડા મંદિર પાસે ભગારના વાડામાં ભીષણ આગ લાગી હતી

જામનગરઃ દરેડ GIDC ફેઝ 3માં આવેલી ગૌશાળાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેમા ગાયો માટેનો રાખેલો ચારો બળીને ખાખ થઇ ગયો છે. આગ એટલી વિકરાળ રૂપ ધારણ કર્યું હતું કે છેક દૂર દૂર સુધી આગનો ધુમાડો લોકોને જોવા મળતો હતો.

દરેડ GIDC ફેઝ-3માં ગૌશાળાના ગોડાઉનમાં લાગી આગ

ફાયર ટીમે આગને લીધી કાબૂમાં

ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના બે ફાટક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી છે. જોકે ગોડાઉનમાં રાખવામાં આવેલો ચારો બળીને ખાખ થઇ ગયો છે.

આગ કયા કારણોસર લાગી હજુ અકબંધ છે

ઉલ્લેખનીય છે કે ગૌશાળાના ગોડાઉનમાં ગાયોને વર્ષ સુધી ચાલે એટલો ચારો સાચવવામાં આવ્યો હતો. જોકે આગ લાગતાં ગોડાઉનમાં રાખેલો મોટાભાગનો ચારો બળીને ખાખ થઇ ગયો છે. હજુ સુધી આગ ક્યા કારણોસર લાગી હતી તે અકબંધ છે.

ABOUT THE AUTHOR

...view details