ગુજરાત

gujarat

ETV Bharat / state

Organic Farming in Jamnagar : પીપળી ગામના ખેડૂતે ગાય આધારિત શેરડી વાવી બનાવ્યો ઓર્ગેનિક ગોળ

જામનગરના પીપળી ગામના ખેડૂતે પણ આધુનિક ખેતી (Organic Farming in Jamnagar) કરી એક નવો રાહ ચીંધ્યો છે. પીપળી ગામના ખેડૂતે ગાયના પેશાબ અને ગાયના છાણનું ખાતર ઉપયોગથી શેરડીના (Modern Sugarcane Cultivation in Pipli Village) પાકનું વાવેતર કર્યું છે. તેમજ તે જ શેરડીમાંથી ઓર્ગેનિક ગોળનું પણ ઉત્પાદન કરે છે.

Organic Farming in Jamnagar : પીપળી ગામના ખેડૂતે ગાય આધારિત શેરડી વાવી બનાવ્યો ઓર્ગેનિક ગોળ
Organic Farming in Jamnagar : પીપળી ગામના ખેડૂતે ગાય આધારિત શેરડી વાવી બનાવ્યો ઓર્ગેનિક ગોળ

By

Published : Feb 11, 2022, 10:42 AM IST

જામનગર: ખેડૂતો આજકાલ અવનવી ખેતી કરી પગભર કરી રહ્યા છે. ત્યારે જામનગરથી 17 કિલોમીટર દૂર આવેલા પીપળી ગામના ખેડૂતે પણ આધુનિક ખેતી કરી એક નવો રાહ ચીંધ્યો છે. પીપળી ગામના અશોક જોબનપુત્રાએ 20 વીઘામાં શેરડીનો પાક (Modern Sugarcane Crop in Jamnagar) વાવ્યો છે, પરંતુ મહત્વની વાત એ છે કે, શેરડીના પાકમાં રાસાયણિક દવા તેમજ રાસાયણિક ખાતરોનો ઉપયોગ નથી કર્યો જે માત્ર ગાયના પેશાબ અને ગાયના છાણનું ખાતર ઉપયોગમાં લીધું છે.

ગાય આધારિત શેરડીનો પાક પકવ્યો

પીપળી ગામના ખેડૂતે ગાય આધારિત શેરડી વાવી બનાવ્યો ઓર્ગેનિક ગોળ

અશોક જોબનપુત્રા છેલ્લાં પાંચ વરસથી ગાય આધારિત (Sugarcane cultivation in Gujarat) ખેતી કરી રહ્યા છે. શેરડીનો પાક કર્યા બાદ અશોક જોબનપુત્રા પોતાની વાડીએ ઓર્ગેનિક ગોળ બનાવવાનું શરૂ છે. આજકાલ તમામ વસ્તુમાં ભેળસેળ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે.

આ પણ વાંચોઃ Smartphone Assistance Scheme : પાટણ જિલ્લામાં સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોમાં ઉત્સાહ

કેવી રીતે બને છે ઓર્ગેનિક ગોળ?

પીપળી ગામના ખેડૂતે ગાય આધારિત શેરડી વાવી બનાવ્યો ઓર્ગેનિક ગોળ

શેરડીનો પાક વાડીએ લાવ્યા બાદ ગોળ (Desi Organic Jaggery) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. શેરડીમાંથી રસ બનાવ્યા બાદ તેને ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ રસમાં રહેલો કચરો અને રસમાં રહેલી મલાઈ દુર કરવામાં આવે છે. ગોળમાં કોઈપણ જાતની દવા નાખ્યા વિના ઓર્ગેનિક ગોળ (Sugarcane Made Organic Jaggery) બનાવવામાં આવે છે.

પાકમાં રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કર્યો નથી

હાલ બજારમાં દેશી ઓર્ગેનિક ગોળ મળવો ખૂબ અઘરો છે. ત્યારે જામનગરના આંગણે ખેડૂતે આ વર્ગની ગોળ બનાવ્યો છે. ખેડૂતે જણાવ્યું કે, શેરડીના પાકમાં એક પણ જાતની રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો નથી. જો કે ખાતર પણ તેમણે શેરડીના (Organic Farming in Jamnagar) પાકમાં નાખ્યું નથી. હાલ શેરડીના પાક માંથી સીધા ઓર્ગેનિક ગોળ બનાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Disproportion of Potato Prices in Deesa : ડીસામાં બટાટા ઉપાડવાનું શરુ, ખેડૂત અને વેપારીના ભાવોમાં અસમાનતાથી મુશ્કેલી

ABOUT THE AUTHOR

...view details