- જામનગરના વિજયપુર ગામેથી બોગસ ડોકટર ઝડપાયો
- બાતમીને લઈને ડોકટરની કરી ધરપકડ
- બોગસ ડોકટરને ઝડપી કુલ 3,458 નો મુદામાલ કબજે કર્યો
જામનગર: જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની સુચના તથા માર્ગદર્શન મુજબ SOG. PI એસ.એસ.નીનામાંની સૂચના મુજબ PSI આર.વી.વીછી તથા વી.કે.ગઢવી જામનગર ગ્રામ્ય વિસ્તારમાં SOG સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન SOG સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અરજણભાઇ કોડીયાતર તથા ઘનશ્યામભાઈ ડેરવાળીયાને મળેલી બાતમીને લઈને જામનગર તાલુકાના વિજયપુર ગામે શ્રી નાથજી જનરલ સ્ટોરની દુકાનની આડમાં રાજેશભાઇ બચુભાઇ રાણપરીયા મેડીકલ ડોકટરને લગતી કોઈપણ ડિગ્રી ધરાવતાના હોવા છતા ડોકટર તરીકેની ખોટી ઓળખ આપી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે.