- જામનગરના ખરેડીમાંથી બોગસ ડૉકટર ઝડપાયો
- ડિગ્રી વગર કરી રહ્યો હતો પ્રક્ટિસ
- જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડૉકટર કરી રહ્યા છે પ્રક્ટિસ
જામનગર : જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે બોગસ ડૉક્ટર ઝડપાયો છે. જામનગર SOG પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ડિગ્રી વગરનો ડૉક્ટર પોતાનું ક્લિનિક ચલાવતો હતો.
આ પણ વાંચો -અમદાવાદના લાંભા વિસ્તારમાંથી બોગસ ડૉકટર ઝડપાયો
ડૉકટરની મશીનરી પણ મળી આવી બોગસ તબીબ પાસેથી
બોગસ ડૉક્ટર દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપીને રૂપિયા વસૂલ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી બોગસ ડૉક્ટરના પાસેથી સ્ટેથોસ્કોપ, લોહીનું દબાણ માપવાનું ડિજિટલ મશીન અને સિરીઝ તથા ઇજેક્શન તેમજ વિવિધ કંપનીઓની દવાઓ કબ્જે કરી હતી.