જામનગર: સમગ્ર વિશ્વ કોરોના વાઈરસના ભરડામાં છે. આ સાથે ભારતમાં કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો આ મહામારીને પહોંચી વળવા સજ્જ બની રહી છે. સરકાર પુરતી તકેદારી રાખી ભારતને લોકડાઉન કરી કોરોના વાઈરસના ફેલાવાના પ્રયત્નો કરી રહી છે.
જામનગર ખાતે કોરોના વાઈરસ સામે લડવા માટે 700 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ - મહામારી
જામનગર ખાતે કોરોના વાઈરસ સામે લડવા માટે 700 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ અંગે જામનગર જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી.
![જામનગર ખાતે કોરોના વાઈરસ સામે લડવા માટે 700 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ A 700-bed hospital is ready at Jamnagar to fight against Corona virus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6683725-92-6683725-1586164141165.jpg)
A 700-bed hospital is ready at Jamnagar to fight against Corona virus
ગુજરાતના જામનગર જિલ્લામાં પણ એક કેસ પોઝિટિવ આવતા જિલ્લા કલેક્ટર અને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. હાલનો તબક્કામાં લોકો કોરોના વાઈરસના સંક્રમણમાં પસાર થઈ રહ્યા છે.
આ મહામારીને પહોંચી વળવા માટે જામનગર જી જી હોસ્પિટલના પ્રથમ માળે 700 બેડની હોસ્પિટલ પૂર્ણતઃ તૈયાર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જામનગરના દરેડમાં પ્રથમ કેસ નોંધાતા જામનગર કલેકટર રવિશંકર દ્વારા માહિતી આપતા તેમના મુજબ જીઆઇડીસી અને મસિતિયા ગામને લોક ડાઉન કરી દેવામાં આવ્યા છે.