ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના દર્દીઓના સારવાર માટે વલખા, જામનગર કોવિડ હોસ્પિટલ બહાર 90 દર્દીઓ વેઇટિંગમાં - jamnagar news

જામનગરમાં કોરોના સંક્રમણમાં વધારો થતા કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ થઇ છે ત્યારે રવિવારના રોજ કોવિડ હોસ્પિટલ બહાર 90 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જો કે કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાના કારણે 90 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે વલખા મારી રહ્યા છે.

Jamnagar
Jamnagar

By

Published : Apr 25, 2021, 12:38 PM IST

Updated : Apr 25, 2021, 5:03 PM IST

  • કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાગી લાંબી લાઈન
  • 90 દર્દીઓ કોવિડ હોસ્પિટલ બહાર લઈ રહ્યા છે સારવાર
  • દર્દીઓ હોસ્પિટલની બહાર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે

જામનગરઃ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે અને કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ બની છે ત્યારે હજુ પણ કોરોનાના દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ કોવિડ હોસ્પિટલ બહાર 90 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જો કે કોવિડ હોસ્પિટલમાં જ બેડ ખાલી ન હોવાના કારણે 90 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે.

આ પણ વાચોઃકોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં જ દર્દીઓને સારવાર અપાઇ રહી

90 દર્દીઓ કોવિડ હોસ્પિટલ બહાર લઈ રહ્યા છે સારવાર

તેમાં ક્રિટિકલ હાલતમાં રહેલા દર્દીઓની હાલત અતિ ગંભીર છે. કારણ કે, તેમના સગા વહાલાઓ પણ ડૉક્ટર્સને આજીજી કરી અને દર્દીને તાત્કાલિક દાખલ કરવામાં આવે તેવી અપીલ કરી રહ્યા છે.

કોરોના દર્દીઓના સારવાર માટે વલખા

આ પણ વાચોઃ1573 બેડ ધરાવતી જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ

30 વર્ષીય યુવકનું ઓક્સિજન પ્રમાણ ઓછું હોવા છતાં હોસ્પિટલની બહાર મોત

જામનગરનો એક 30 વર્ષીય યુવક કોરોના સંક્રમિત થયો છે. તેની હાલત અત્યંત ગંભીર હતી. 108 ન મળતા તેને ખાનગી કારમાં હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. કારમાં જ તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી. તેનું 30 ટકા જેટલું ઓક્સિજનનું પ્રમાણ હતું. જો કે પરિવારજનોએ તાત્કાલિક ખાનગી વિક્રેતાઓને ત્યાંથી ઓક્સિજનનો બોટલ લઈ આવ્યા હતા. જે બાદ 40 ટકા જેટલું ઓક્સિજનનું પ્રમાણ થયું હતું. જે બાદ તેની હાલત ગંભીર થઇ હતી અને અંતે આ યુવકનું મોત થયું હતું. આ દર્દી સાથે રહેલા હસમુખભાઈ જણાવી રહ્યા છે કે, ડૉક્ટર્સ દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી, પણ તેમને દાખલ ક્યારે કરવામાં આવશે, તે અંગે જાણવા મળ્યું ન હતું. જે બાદ આ યુવકનું મોત થયું હતું.

Last Updated : Apr 25, 2021, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details