- જામનગર પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન શરૂ
- જામનગર પોલીસે ગુનાહિત પ્રવૃતિઓમાં 8 જેટલા શખ્સની કરી ધરપકડ
- રાજકોટ રેન્જ આઈજી દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન
- અસામાજીક પ્રવૃતિઓને નેસ્તનાબુદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા GCTOC એક્ટ કાયદો અમલમાં મુકાયો
જામનગરમાં GCTOC એક્ટ હેઠળ 8 અરેસ્ટ, 5 ભુમાફિયા હજી ફરાર - Jayesh Patel
જામનગર: રાજ્યમાં અસામાજીક પ્રવૃતિઓને નેસ્તનાબુદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા GCTOC એક્ટ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. જે GCTOC એક્ટ હેઠળ જામનગરમાં 13 આરોપીઓ સમક્ષ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
![જામનગરમાં GCTOC એક્ટ હેઠળ 8 અરેસ્ટ, 5 ભુમાફિયા હજી ફરાર જામનગરમાં GCTOC એક્ટ હેઠણ 8 અરેસ્ટ, ભુમાફિયા 5 હજુ ફરાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9205348-242-9205348-1602904666402.jpg)
જામનગરમાં GCTOC એક્ટ હેઠણ 8 અરેસ્ટ, ભુમાફિયા 5 હજુ ફરાર
જામનગરઃ જિલ્લામાં જ્યેશ પટેલની આગેવાનીમાં તેના સાગરિતો સાથે મળી પૂર્વ યોજિત કાવતરું રચી એક ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ બનાવી જામનગર જિલ્લાના જમીન મકાનનો રિયલ એસ્ટેટ બ્રોકર તેમજ વેપારીઓ પાસેથી હિંસાનો ભય બતાવી ગુનાહિત ધાક-ધમકી આપી બળજબરીથી મોટા પ્રમાણમાં રોકડ રૂપિયા તથા મિલકતો પડાવી લેવા હતાં. જે ધ્યાને આવતા જામનગર પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જામનગર પોલીસે 8 જેટલા શખ્સને દબોચી લીધા છે.