રાષ્ટ્રવ્યાપી ડૉક્ટર્સની હડતાલમાં જામનગરના 600 ડૉક્ટર જોડાયા - Jamnagar
જામનગરઃ શહેરમાં આવેલી એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે રાષ્ટ્રવ્યાપી હડતાલમાં શહેરના ડૉક્ટરો મોટીસંખ્યામાં જોડાયા હતા. આ હડતાલ NMC બીલના વિરોધમાં શરૂ કરવામાં આવી છે. આ બીલના કારણે ડૉક્ટરોની સ્વતંત્રતા પર અસર થતી હોવાથી હડતાલ યોજાઇ હોવાનું ડૉક્ટરો જણાવી રહ્યાં છે.
![રાષ્ટ્રવ્યાપી ડૉક્ટર્સની હડતાલમાં જામનગરના 600 ડૉક્ટર જોડાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4022833-thumbnail-3x2-jmr.jpg)
રાષ્ટ્રવ્યાપી ડૉક્ટર્સ હડતાલમાં જામનગરના 600 ડૉક્ટર જોડાયા
શુક્રવારનુા રોજ જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં ડૉક્ટર રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા છે. પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર્સ અને સરકારી નોકરી કરતાં ડૉક્ટર પણ આ હડતાલમાં જોડાયા છે. ડૉક્ટર આ અંગે જણાવી રહ્યા છે કે," NMC બીલથી ડોક્ટરની કાર્યશૈલી પર અસર થશે અને ડોક્ટર સ્વતંત્રત રીતે કામ નહીં કરી શકે."
રાષ્ટ્રવ્યાપી ડૉક્ટર્સ હડતાલમાં જામનગરના 600 ડૉક્ટર જોડાયા