જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિતેચકલીઓ બચાવવા માટેના અભિયાન શરૂ કરવામાં આવ્યાછે. આ નિમીતે સાત રસ્તા સર્કલ પાસે સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલની બાજુમાં 5000 જેટલા ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરણી સેનાના મહિલા પ્રમુખ રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 5000 માળાનું વિનામૂલ્યે વિતરણ
જામનગર: 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ, જેની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે જામનગરમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સતત વિનામૂલ્યે ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ ચકલી દિવસ નિમીતે જામનગર સાત રસ્તા સર્કલ પાસે 5000 ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્પોર્ટ ફોટો
વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ આ ચકલીના માળાના વિતરણના કાર્યક્રમમાં જોડાઈ હતી. શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા તેમજ અન્ય મહાનુભાવો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ચકલીની પ્રજાતિ હાલ નાશ થતી જાય છે. ત્યારે, જીવદયા પ્રેમીઓ ચકલીઓને બચાવવા માટે વિવિધ અભિયાનો કરી રહ્યા છે. ખાસ કરીને જામનગરમાં ડિમ્પલબેન રાવલ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ચકલીઓ બચાવવા માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે.