જામનગર મહાનગરપાલિકામાં બુધવારે વેપારીઓએ દંડાત્મક કાર્યવાહીના વિરોધમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીને આવેદનપત્ર આપ્યું હતું. કારણ કે, એક તરફ પ્લાસ્ટિક મુક્ત ભારતની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ વેપારીઓને વિશ્વાસમાં લીધા વિના અચાનક હજારો રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન થતું હોવાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર આપી દંડ અટકાવવાની રજૂઆત કરી હતી.
જામનગર મનપાની દંડાત્મક કાર્યવાહી સામે 500 વેપારીઓએ વિરોધ નોંધાવ્યો - વેપારીઓએ બાઇક રેલી યોજી
જામનગરઃ મહાનગરપાલિકાની દંડાત્મક કાર્યવાહીનો વેપારીઓએ બાઇક રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 500થી વધુ વેપારીઓ સામેલ થયા હતાં. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર આપી દંડાત્મક કાર્યવાહી અટકાવવાની રજૂઆત કરી હતી.
જામનગર
આ અંગે વેપારીઓએ આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, " મંગળવારે વેપારીઓ પાસેથી મહાનગરપાલિકાની ટીમે 40 હજારનો દંડ ફટાકાર્યો હતો. જેથી રોષે ભરાયેલા વેપારીઓએ બાઇક રેલી યોજી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો."