- કુંભ મેળામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા
- કુંભમેળામાંથી આવતા શ્રધ્ધાળુઓ કોરોના સ્પ્રેડર ન બને તે માટે નિર્ણય
- કુુંભમાંથી પરત ફરતા દરેક શ્રધાળુઓનો કોરોના રિપોર્ટ ફરજિયાત
જામનગર :હરિદ્વાર ખાતે યોજાયેલાં કુંભ મેળામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતાં. જેના પગલે કુંભ મેળામાં અનેક સાધુઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તેને ધ્યાને લઇ કુંભમેળામાંથી આવતા શ્રધ્ધાળુઓ કોરોના સ્પ્રેડર ન બને તે માટે ત્યાંથી આવતાં તમામ લોકોના કોરોનાના ટેસ્ટ ફરજિયાત કરવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.
કુંભ મેળામાંથી પરત આવેલા 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આ પણ વાંચો : કુંભ મેળામાંથી રાજ્યમાં પરત આવતા લોકોને સીધો પ્રવેશ નહિ મળેઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી
33 યાત્રિકોના એન્ટીજન અને 32 યાત્રિકોના RTPCR ટેસ્ટ કર્યા
હરિદ્વારથી આવેલી ઉત્તરાંચલ એકસપ્રેસ જામનગર રેલ્વે સ્ટેશન ખાતે કુંભમાંથી આવેલા યાત્રિકોના કોવિડ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ કાર્ય અલિયાબાડા પીએચસી સેન્ટરના હેલ્થ ઓફિસર રાહુલ પટેલ, રીટા ગૌસ્વામી અને ટીએમપીએસ વરૂણ દ્વારા 33 યાત્રિકોના એન્ટીજન અને 32 યાત્રિકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકીના 5 યાત્રિકોના એન્ટીજન ટેસ્ટ કોવિડ પોઝિટિવ આવતા તેઓને હોમકવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.
કુંભ મેળામાંથી પરત આવેલા 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આ પણ વાંચો : કુંભના મેળામાં ગયેલા ગુજરાતના શ્રધ્ધાળુઓને પરત આવતા RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
કુંભમાં ગયેલા તમામ વ્યકિતઓના કોરોના ટેસ્ટ હાથ કરાયા
કુંભમેળો સુપર સ્પ્રેડર બને નહિ એ માટે ગુજરાત સરકાર દ્વાર આ નિર્ણય કરવામાં આવ્યો છે. કુંભમાં ગયેલા તમામ વ્યકિતઓના રાજય સરકાર દ્વારા કોરોના ટેસ્ટ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.