મૃતકોની એક સાથે અંતિમયાત્રા નીકળી જામનગર: સપડા નજીક ડેમ પાસે પાણીમાં નહાવા પડેલા પાંચ લોકોના તણાઇ જતાં મોત થયા હતા. બે મહિલા અને ત્રણ યુવાનના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં પીએમની કામગીરી બાદ મૃતહેદ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. પાંચેય મૃતકોની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી.
મૃતકોની એક સાથે અંતિમયાત્રા નીકળી: દિગ્વિજય પ્લોટમાં રહેતા બે પરિવારના પાંચ લોકોના સપડા ડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યા બાદ આજે તેમના રહેઠાણથી એક સાથે પાંચ લોકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે મૃતકોના પરિવારજનોએ આક્રંદ કરતા ઉપસ્થિતિ સૌ કોઈ લોકોની આંખો ભીની થઈ હતી. શહેરના દિગ્વિજય પ્લોટમાં નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
કારખાના સ્વયંભૂ બંધ: તમામ મૃતકો દિગ્વિજય પ્લોટ માં એક જ શેરીમાં રહેતા હતા. આમ આજરોજ પાંચે હતભાગીઓની સ્મશાન યાત્રા એક સાથે નીકળવામાં આવી હતી. સમગ્ર શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દિગ્વિજય પ્લોટ વિસ્તારના તમામ કારખાનેદારોએ પોતાના કારખાના સ્વયંભૂ બંધ રાખ્યા હતા અને સમશાન યાત્રામાં તમામ વેપારીઓ જોડાયા હતા.
મૃતકોના નામ:1) મહેશભાઈ કારાભાઈ મંગે (ઉવ. 44), 2) લીનાબેન મહેશભાઈ મંગે (ઉવ .41), 3) સિદ્ધ મહેશભાઈ મંગે (ઉવ. 20), 4) અનિતાબેન વિનોદભાઈ દામા (ઉવ .40), 5) રાહુલ વિનોદભાઈ દામા (ઉવ.17)
શું બની ઘટના?:રાહુલ વિનોદભાઈ દામા બે દિવસ પહેલા જ પરિવારને મળવા માટે જામનગર ખાતે આવ્યો હતો. આજે પરિવારના સભ્યો સાથે ફરવા માટે નીકળ્યા હતો. રાહુલ અને તેમની માતા વનીતાબેન બંનેના એકસાથે મૃત્યુ થતા પરિવારમાં પણ વ્યાપી જવા પામી હતી. બીજી બાજુ એક જ પરિવારના પુત્ર સિદ્ધાર્થ માતા લીલાબેન અને પપ્પા મહેશભાઈ સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજતા પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા હતા.
- Surat Rain: સુરતમાં બે દિવસના વિરામ બાદ ફરી સાર્વત્રિક વરસાદ શરૂ
- Kakrapar Dam Overflow: માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો