જામનગર શહેરમાં ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત એક જ દિવસમાં અંદાજે 472 જેટલા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ હેલ્મેટના 270, સીટબેલ્ટના 118 કેસ નોંધાયા છે.
જામનગરમાં ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત 472 કેસ નોંધાયા - gujarat
જામનગર : જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા શહેરમાં ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ટ્રાફિક પોલીસે એક જ દિવસમાં 57800નો દંડ પણ વસુલ્યો છે.જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના આદેશઅનુસાર આગામી એક મહિના સુધી શહેરમાં ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવશે. જેમાં ખાસ કરીને હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરનાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સતત સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટુ વ્હીલર ચલાવનાર વાહનચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. પરંતુ લોકો આ નિયમનો ભંગ કરતા જોવા મળ્યા છે. જેની સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.