ધ્રોલ નજીક ઇકો કાર પલટી જતાં ચારના લોકના મોત થયા હતાં અને એકને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને પોલીસ ઘટનાસ્થળે પહોચ્યા હતાં. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે ધ્રોલની સરાકરી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો.
જામનગરમાં ધ્રોલ પાસે કાર કેનાલમાં ખાબકતાં 4ના મોત - jamnagar news
જામનગરઃ રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ નજીક સોયલ પાસે ઇકો કાર કેનાલમાં પલટી મારી જતાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેને સારવાર હૉસ્પિટલમાં ખસેડાયો હતો.
જામનગર
બાદમાં પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઈકો કાર ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે. તેમજ કારમાં બેઠેલા મુસાફરો જામજોધપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.