જામનગરઃ શહેરમાં ગત વર્ષે ITIની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જો કે, પરિણામ જરા ચોંકાવનારું છે. કારણ કે, જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, તેમાંથી 30 વિદ્યાર્થીઓને અમુક પેપરમાં 0 માર્ક્સ આવ્યા છે. જેના કારણે આ વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.
જામનગરઃ ITIની ઓનલાઇન પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓને મળ્યા 0 માર્ક્સ - ઓનલાઇન પરીક્ષા
ગત વર્ષે ITIની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં જામનગર શહેરમાં આવેલી ITIના 30 વિદ્યાર્થીઓને અમુક વિષયોમાં 0 માર્ક મળ્યા છે. જેનું કારણ ટેકનિકલ ખામી હોવાનું ITIના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.
Jamnagar ITI
ETV BHARAT સાથેની વાતચીતમાં ITIના આચાર્ય એમ. એમ. બોચીયાએ જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ગત વર્ષે લેવામાં આવેલી ઓનલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ટેકનિકલ ખામીને કારણે 0 માર્ક્સ મળ્યા છે. આ બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. જો કે, આગામી દિવસોમાં યોજાનારી પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને ઝીરો માર્ક્સ આવ્યા છે. તેઓ ફરી પરીક્ષા આપી પાસ થઈ જશે.